શું તમને ખબર છે ?
દરેક માણસે પોતાના જીવનમાં સુખશાંતિ મેળવવા માટે ગણપતિ ની ઉપાસના ખાસ કરવી જોઈએ. કોઈ પણ કાર્ય ગણેશની પૂર્ણ કૃપા સિવાય પૂર્ણ થતું નથી.
તેથી દરરોજ ગણપતિ ના પાઠ કરવા જોઈએ.
ગણપતિ ના પાથ કરવા માટે નીચે લખેલા નામ નું સ્મરણ કરવું .
પ્રથમ મસ્તક નમાવીને ગૌરીપુત્ર વિનાયક દેવ ને પ્રણામ, આયુષ્ય અને મનોકામના અને શુભ લક્ષ્મી પ્રાપ્તિ હેતુ માટે ભક્તાવાસ ગણેશજી નું સ્મરણ કરવું.
પહેલું સુમુખ,
બીજું એકદંત,
ત્રીજું કપિલ,
ચોથું ગજકર્ણક,
પાંચમું લંબોદર,
છઠુ વિકટ,
સાતમું વિઘ્નહર્તા,
આઠમું વિનાયક,
નવમું ધૂમ્રકેતુ,
દસમું ગણાધ્યક્ષ,
અગિયારમું ભાલચંદ્ર,
બારમું ગજાનન.
જે મનુષ્ય સવાર બપોર અને સાંજે ની સંધ્યા ના સમયે આ બાર નામ નું સ્મરણ કરે છે, તેને સંકટ નો ભય રહેતો નથી. આ બાર નામ નું જાપ સ્મરણ કરવાથી વિધાર્થી ને વિદ્યા , ધન ની ઈચ્છા વાળા ને ધન અને મોક્ષ ની ઈચ્છા વાળા ને મોકઢ પ્રાપ્ત થાય છે. આ બાર નામ નું રોજ સ્મરણ કરવાથી 6 મહિના માં જ અભીષ્ટ ફળ ની પ્રાપ્તિ થાય છે, આ સ્ત્રોત લખીને આઠ ભ્રમણ દેવતાઓ ને અર્પણ ખાવાથી સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત થાય છે.
ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે- તેથી દરેક વ્યક્તિ એ આ બાર નામ નું સ્મરણ કરવું જોઈએ.
Comments